Skip to main content

Posts

Showing posts from June, 2022

12th કોમર્સના રિઝલ્ટ પછી શું? જુઓ માર્ગદર્શન.. બીજાને મોકલો A1 CLASSES

  12th કોમર્સનું રિઝલ્ટ આવી ગયું છે. પણ 12th કોમર્સ પછી શું ? કઈ ફેકલ્ટીમાં જવાય ? આ અને આવા અનેક સવાલો સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સના મનમાં ઉઠતા હોય છે. કોમર્સ ફેકલ્ટીમાં આગળ વધવાની ઘણી તક છે પણ સ્ટુડન્ટ્સને પ્રોપર ગાઈડન્સ નથી મળતું. A1 CLASSES એ અહીં 12th કોમર્સને લગતા પ્રશ્નોના જવાબ આપ્યા છે. સવાલ : ધોરણ 12માં કેટલા ટકા હોય તો CA કરી શકાય ? એક્સપર્ટ : CA કરવા માટે ધોરણ 12 કોમર્સમાં કોઈ લઘુત્તમ ટકાવારી હોવી જરૂરી નથી. ધોરણ 12 કોમર્સમાં બે ટ્રાયલે પાસ થનારા સ્ટુડન્ટ્સ પણ CA બન્યા હોવાના ઘણા બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે. CA બનવા માટે 12thમાં સારી ટકાવારી કરતાં પણ વધુ જરૂરી છે-સખત મહેનત, આત્મવિશ્વાસ અને ધીરજ. જો કે સામાન્ય રીતે ધોરણ 12 કોમર્સમાં 80 ટકાથી વધુ લાવનારાઓને CA કરવાની ભલામણ કરવામાં આવે છે. A1 CLASSES   સવાલ : 12th કોમર્સમાં બોર્ડની પરીક્ષામાં 75 ટકા આવ્યા છે અને MBA કરવું છે તો BBA કરીને MBA કરવું સારૂં કે પછી ડાયરેક્ટ 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ MBA કરવું સારૂં ? એક્સપર્ટ : ત્રણ-ચાર વર્ષનો BBA અભ્યાસક્રમ કર્યા બાદ બે વર્ષનો MBAનો કોર્સ કરવા માટે CAT, MAT, XAT, ATMA, SAT,C-M...